નેમ ની ભક્તિ કરતાં,
મેં એક મહાપુરુષને જોયા છે..
રૈવત્ ની રક્ષા કરતાં,
મેં એક મહાપુરુષને જોયા છે..
હિમાંશુસુરી, ધર્મરક્ષિત તણી સેવા કરતાં,
મેં એક મહાપુરુષને જોયા છે..
નેમ ની ભક્તિમાં નેમ બનતાં,
મેં એક મહાપુરુષને જોયા છે..
આજીવન રસેન્દ્રીઓ ને ઠારતાં
મેં એક મહાપુરુષને જોયા છે..
અદ્ભૂત શાશન પ્રભાવના કરતાં,
મેં એક મહાપુરુષને જોયા છે..
મેં સુરી હેમ વલ્લભ ને જોયા છે,
મેં એ મહાત્માને જોયા છે..
તમે હેમ ને જોયા છે?
મેં હેમ ને નેમ બનતાં જોયાં છે..
ગિરનારની ગોદમાં ધૂણી ધખાવીને બેઠેલાં,
એ હેમવલ્લભ ને મેં જોયાં છે..
૯૯૯૯ આયંબિલ નો ઇતિહાસ રચતા
એ નેમ ના હેમ ને મે જોયા છે....
આ ધરતી ઉપર સાક્ષાત પ્રભુ સ્વરૂપ નેમ
ના હેમ ને મે જોયા છે...
પરમપદ ને પામવાં થનગની રહેલાં,
એ મોક્ષ સાધકને મેં જોયા છે..🙏